Search

PAM

સરપ્રાઈઝ…… સરપ્રાઈઝ…..

સરપ્રાઈઝ…… સરપ્રાઈઝ…..

સરપ્રાઈઝ ગિફ્ટ, સરપ્રાઈઝ પાર્ટી, સરપ્રાઈઝ મુલાકાત કે પછી મળતી સફળતા..કંઈ પણ જ્યારે સરપ્રાઇઝ મળતું હોય છે ત્યારે ખૂબ જ અદભુત ખુશી આપતું હોય છે. આ ખુશી એટલે કે હેપીનેસ નું પણ આવુંજ છે, જ્યારે એના માટે અધીરા થાઈએ, એની પાછળ પાછળ ભાગ્યા કરીયે, એના માટે મંડ્યા રહીયે કે એ પામવા બધુજ કરી છૂટીએ, પણ એ ના મળે, અને જ્યારે બધી આશા મૂકી દઈએ અને બધી અધીરાઈ મૂકી દીધી હોય ત્યારે અચાનક એ ખુશી એક સરપ્રાઇઝ રૂપે મળી જાય અને જાણે કે એ સમયે બધું મળી ગયું હોય એવી અદભુત લાગણી થઇ આવે.

આપણા જીવન માં આવી કેટલીય નાની મોટી ખુશીઓ આવતી રહેતી હોય છે. બાળપણ માં ક્યારેક અનાયાસે કોઈ પાસે થી મળતી પ્રિય ચોકલેટ કે પછી સ્કૂલ માં ક્યારેક છેલ્લા પિરિયડ ના સાહેબ કોઈ કારણથી ના આવવાના હોય અને મળી જતી વહેલી રજા. કોઈ સ્પર્ધા માં વિજેતા તરીકે આપણા નામ ની જાહેરાત, તો ક્યારેક કોઈ પરીક્ષા માં ધાર્યા કરતાં પણ ખૂબ જ સારું આવતું પરિણામ. કોઈ વાર અચાનક પગાર વધારો કે પછી કોઈ અચાનક થાતો હક નો આર્થિક લાભ. કોઈ વાર નોકરી માંથી વહેલી રજા, તો કોઈ વાર ઓછું કામ રહેવાની મજા. કોઈ વાર જુના મિત્રો કે પ્રિયજન નું અચાનક મળી જવું, તો કોઈ વાર અચાનક મદદ માટે આવી ચડેલી વ્યક્તિ ની પુરી મદદ કર્યા પછી મળતી અદભુત લાગણી. ક્યારેક પોતાની મનગમતી વાનગી સાથે ઘરે માતા તરફ થી મળતો મીઠો આવકાર, તો ક્યારેક મનગમતી સાડી પહેરી ઘરે રાહ જોતી પત્ની તરફ થી મળતી સરપ્રાઈઝ.

અનપેક્ષિત ખુશી, આવી સરપ્રાઈઝ અને જીવન માં આવતાં આવાં સુખો હમેંશા એક અલગ જ અનુભૂતિ આપે છે. અપેક્ષાઓ તો જીવન માં ખુબજ હોય છે, પરંતુ બધી અપેક્ષાઓ હંમેશા પૂર્ણ થતી હોતી નથી, પરંતુ અપેક્ષા વિના જ્યારે કઈંક મનગમતું મળી જતું હોય છે કે બની જતું હોય છે ત્યારે જાણે કે અપરંપાર ખુશીની લાગણી થતી હોય છે.

મને તો લાગે છે કે ખુશીઓ દરેક પળ માં છુપાયેલી હોય છે, પરંતુ આપણે ક્યારેક તેને ઓળખી શકતા નથી, સમજી શકતા નથી, જોઈ શકતા નથી તો ક્યારેક બધું કરવા છતાં તેને માંણી શકતા નથી. સરપ્રાઈઝ એટલે બીજું શું, અચાનક અપેક્ષા વિના સામે આવી જતી કોઈ અદ્દભુત ખુશી, જેને આપણે તરત જ ઓળખી લઈએ છીએ , વધાવી લઈએ છીએ અને ભરપૂર માંણી લઈએ છીએ.

મને તો પ્રશ્ન થાય છે કે જીવન માં અપેક્ષાઓ નો ઊંચો પહાડ ઉભો કરી, જીવન ને મુશ્કેલ બનાવી દેવા કરતા, શું આવાં નાનાં નાનાં સરપ્રાઈઝ ની શોધમાં અને એ સરપ્રાઈઝના જ સંગાથમાં જીવન મસ્ત મજાથી ના વીતી શકે?

આમ તો જીવન નું આવનારું દરેક પળ હંમેશા આપણા માટે એક સરપ્રાઈઝ જ હોય છે, પરંતુ આપણેજ તેની ખોટી ચિંતામાં ઊભાં કરેલા વાદળો માં એવા ઘેરાઈ જઈએ છીએ કે આ સરપ્રાઈઝ ને ખુશીઓથી માણી શકતા નથી.

તો ભવિષ્યની ચિંતા છોડો, અને આવનારા સરપ્રાઈઝ નો રોમાંચ અનુભવો. બસ વર્તમાનની સંગાથે દરેક પળ ખુશીઓથી જુમો અને મન ભરી ને જીવો.

(લેખક:- પ્રવીર માંકડ)

[ વાંચકોના વિચાર અને અભિપ્રાય ખુબ ખુબ આવકાર્ય છે, અને હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું]

Poem

​લાગી રહ્યું છે એક્લું આજે..

દિલ માં છે ખાલીપો આજે..
લાખો ના ટોળાં વચ્ચે, જાણે મન છે એક્લું આજે..

હૃદયનાં સ્પર્શથી દૂર, વિહરે છે એ કશે બિજે..

પણ આશા છે દિલ માં, જલ્દી મળશે કોઈ દિલબર..

સપનું છે આ મન માં, સાકાર કરશે કોઈ દિનભર…
પ્રેમ ની છે આ દુનિયા, પ્રેમ થી જીવી જાજો…

મારુ તારું કરવાને, સમય ના વેડફી નાખજો…

મળશે હરએક પળ, ખુશીઓથી ભરચક…

જો રાખશો દિલ માં પ્રેમ સૌથી અઢળક…
( Pravin mankad)

Short lines…

​હારી નથી ગયો હું હજી, થોડો મુંજાયો છું ખાલી…

ખેલ હજી બાકી છે, મેદાન માં મારી હાજરી પાકી છે..

My Article- Little Girl in the Bus

Little Girl in My Bus

 

રોજ ની એજ ભાગદોડ ભરી ઝીંદગી અને એજ નિત્યક્રમ જાણે આજકાલ બધાની ઝીંદગી નો પર્યાય બની ગયો છે. બસ હું પણ એવોજ એક નોકરિયાત છું અને આવા નિત્યક્રમ મુજબ સવારે વહેલી બસ પકડી ને નોકરી પર જવાનું અને સાંજે ઝડપથી એવીજ એક બસ પકડી ને ભાગવાનું પોતાના ઘરે. બસ આવાજ નિત્યક્રમ મુજબ આજે જયારે હું બસ માં ખુબજ મુશ્કેલ થી મળેલી મારી જગ્યા પર બેઠો હતો, અને મારી આદત મુજબ હેડફોન કાન માં નાંખી મારા મોબાઈલ મા રહેલા ગીતો સાંભળી રહ્યો હતો ત્યારે મારી નજર અચાનક મારી સામે બેઠેલી એક નાની છોકરી પર પડી. દેખાવ માં ખુબ જ સુંદર,રમતિયાળ અને અંગ્રેજી માં જેને ક્યુટ કહીએ એવી આ નાની છોકરી પોતાનામાં કઈંક મસ્ત હતી.

મેં મારા ગીતો સાંભળવાનું ચાલુ રાખ્યું હતું, પણ છતાં ખબર નઈ શું પરંતુ કઈંક મને એ નાના બાળક તરફ આકર્ષી રહ્યું હતું. નાનાં બાળકો હંમેશા ખુશી આપનારા,કઈંક સકારાત્મક અસર વાળા અને હંમેશા હસતાં અને હસાવતાં હોય છે. આજ નાનાં બાળકો ની ખાસિયત હોય છે. બસ આવીજ રીતે આ નાનું બાળક મને આજે કઈંક ખુશી આપી રહ્યું હતું.

હું અને મારા જેવા નોકરિયાતો શું કરી રહ્યા હતા?…કોઈ મારા જેમ કાન ને કષ્ટ આપી ગીતો સાંભળી રહ્યા હતા તો કોઈ પોતાના ફોન પર મેસેજો,વીડિઓ ગેમ કે સોશિઅલ મિડિયા પર ફરી રહ્યા હતા. જયારે આ નાની છોકરી બસ માંથી આજુબાજુ જોઈ રહી હતી, તો ક્યારેક હાથ માં હોય એનાથી કઈંક રમી રહી રહી હતી. બસ ટૂંકમાં એ બધાથી મુક્ત વર્તમાન ને જીવી રહી હતી, એ પણ હકીકત ની દુનિયા માં નહિ કે મારી જેમ ટેકનોલોજી ની દુનિયામાં.

અચાનક તે છોકરી એ બહાર કઈ જોયું, કઈ ખુબ જ રસપ્રદ. હા કદાચ આપણા જેવા મોટા થઇ ગયેલા લોકો માટે એ રસપ્રદ નહિ પરંતુ રોજ બનતી કોઈ મામુલી ઘટના હોઈ શકે, પરંતુ એના માટે તો એ અજાયબી હતી. એને હકીકત માં જોયું શું એ તો મને પણ સરખું સમજાયું નહિ, પરંતુ એ એની સાથે બેઠેલી મમ્મી ને વારંવાર બહાર એ બતાવ્યા કરતી હતી. અને તેની મમ્મી પણ જાણે કઈ સામાન્ય ઘટના હોય તેમ એ બાળકની હા માં હા પાડતી હતી.

ફરી થોડો સમય વીત્યો ત્યાં અચાનક બસ ના ડ્રાઈવર એ ટ્રાફિક ને લીધે ખુબ જ જોરથી હોર્ન વગાડ્યું. અમે બધા તો રોજ ના આ ઘોંઘાટ થી ટેવાયેલા બેઠા રહ્યા, પરંતુ તે નાની છોકરી એ પોતાના બંને હાથ કાન પર રાખી દીધા અને ખુબ જ અણગમાના અને સાથે સાથે નખરાળા હાવભાવ આપ્યા. હું તેનું આ વર્તન જોઈ થોડો હસી પડ્યો. હોર્ન વાગવા જેવી ખુબ જ નાની અને સામાન્ય ઘટનાને ને પણ આ બાળકે ધ્યાન માં લીધી,તેનો પ્રતિકાર કર્યો,તેને માંણી,તેને મનોરંજક બનાવી તથા આજુબાજુ ના લોકો નું પણ ધ્યાન ખેંચી બધા ને આ નાનાં મનોરંજન માં સહભાગી બનાવ્યા. આ બાળકે એક નાની ઘટના ને ખુબ જ માંણી અને મનોરંજન સાથે ખુશી મેળવી, જયારે હું શું કરી રહ્યો છું, મનોરંજન મેળવવા દોડધામ કરી પૈસા કમાવાના, એજ પૈસા વાપરી મનોરંજન મેળવવા આમતેમ ફાંફા મારું છું અને છતાં આ બાળકે જે ખુશી મેળવી અને આપી એ તો હું આ પૈસા થી મેળવી નથી શકતો.

હું આવા બધા વિચારો માં ખોવાયેલો હતો પરંતુ છતાં મારું ધ્યાન એ નાની છોકરી પર જ હતું. અચાનક એ બાળક ના હાથ માં કઈંક નાનું બટન જેવું આવ્યું અને તે એના સાથે કઈંક રમવા લાગી. બસ આજુબાજુ ક્યાંક થી મળેલી એ વસ્તુ ને એ બાળક એક અજાયબી જેમ જોવા લાગી, અને નખરા કરતા કરતા રમવા લાગી. એ બાળક ને બસ એમજ કોઈ કિંમત વગર અને આશા વગર મળી ગયેલ એ સાવ સામાન્ય વસ્તુ સાથે રમતા રમતાં પણ, એ બાળક ના ચહેરા પર જે ખુશી મને દેખાતી હતી એ ખુશી મને મારા ૧૫ હજાર ના ફોન કે મારી કોઈ પણ મોંઘી વસ્તુ ઓ આપી નહોતી શકતી.

મેં પોતાનેજ એક પ્રશ્ન કર્યો, “શું થઇ ગયું છે આ મને?”, “મારી અંદરના બાળકને મિટાવી ને આ હું શું કરી રહ્યો છું?”… પોતાના બાળપણ ના દિવસો મને એક તરફ યાદ આવી રહ્યા હતા તો બીજી તરફ પોતાની અત્યારની ઝિંદગી મને દેખાઈ રહી હતી. સવારથી સાંજ એક દોડધામ ભરી ઝિંદગી, બસ એક મશીન જેમ નોકરી અને પૈસા પાછળ ની દોટ. અને શા માટે આ બધું? તો આ પૈસા થી મારે ખુશી મેળવવી છે, જરા તીખા શબ્દો માં કહું તો મારે ખુશી ખરીદવી છે. હા..હા..હા..પોતાની જાત પર હસવું આવી ગયું. આં બાળક ના ચહેરા પર જે ખુશી અત્યારે હું જોઈ શકતો હતો, મને તો એજ જોતી હતી, અને એ ખુશી શું હું કોઈ પૈસા થી ખરીદી શકવાનો હતો? જવાબ હતો ના…

આ વાતો ને તો આપણે જેટલી વિચારશુ અને જેટલી સમજશું તેટલુંજ સમજાશે કે આપણે  બાળક માંથી મોટા તો થઇ ગયા પરંતુ,પણ બાળક હતા ત્યારે જે રીતે ખુશ થતા અને દુનિયા ને જોતા તથા માંણતા એ બધું ક્યાંક ભુલી ગયા.

મારી સામે બેઠેલ એ બાળક ની જેમ આજુબાજુ ની આટલી સુંદર દુનિયા ને જોવા, જાણવા અને માંણવા ને બદલે હું તો રોજ ટેકનોલોજી ની ભ્રમિત દુનિયા માં ખોવાયેલો રહું છું. એ બાળક જેમ હોર્ન વાગવું કે તેના જેવી બનતી કોઈ પણ નાની નાની ઘટનાઓ ને એકદમ હળવાસ થી લઇ મનોરંજક બનાવી,ખુશ થઇ અને મસ્ત રહેવા ને બદલે હું તો જાણે અજાણે બસ સહન કરતો જાવ છું અથવા બેધ્યાન થઇ મશીન બનતો જાવ છું.

એ બાળક જો તેને મળેલ એક નાનાં બટન જેવી વસ્તુ થી આટલું ખુશ થઇ શકે છે, તો હું મને મળેલ આટઆટલું કેમ માંણી નથી શકતો… હું પોતાને મળેલ વસ્તુઓ ને નઝરઅંદાઝ કરી,પૈસા કે ભૌતિક વસ્તુઓ ની એક એવી આંધળી દોડ માં જોડાઈ ગયો છું જેનો કોઈ અંત નથી..

હું વધુ ને વધુ ઊંડા વિચારો માં ખોવાઈ ગયો હતો, ત્યાં અચાનક બસ અમારી મંઝીલ એ પહોચી ગઈ છે એ મને ધ્યાન માં આવ્યું. બધાં શહેર ના જુદા જુદા સ્ટોપ કે સ્ટેશન પર ઉતારી રહ્યા હતા અને પોતપોતાની મંઝીલ એ પહોચી રહ્યા હતા. પરંતુ હું હજુ પણ ઝડવત થઇ બેઠો હતો અને ઊંડા વિચારો માંજ ખોવાયેલો હતો. “ આ બસ એ તો મને મારી મંઝીલ પર પહોંચાડી દિધો હતો, પરંતુ ઝિંદગી માં હું શું કરી રહ્યો હતો? હું ખુશી ને એક મંઝીલ સમજી બસ ભાગ્યેજ જતો હતો? શું ખરેખર કોઈ મંઝીલ પર મને એ ખુશી મળવાની હતી? શું આ દોડ નો કોઈ અંત હતો?”

જવાબો તો હજી મને મળતા નહોતા, પરંતુ આ બાળક એ મને આજ એટલું શીખવ્યું કે અમે બધા તો  બસ માં મંઝીલ ની રાહ માં એમજ સમય પસાર કરી રહ્યા હતા, જયારે આ બાળકે તો પોતાની મંઝીલ ની પરવાહ કે ફિકર વગર બસ પોતાના સફર નેજ માણ્યું, જાણ્યું,અનુભવ્યું, જીવ્યું અને ખુશી મેળવી તથા એ ખુશી ને આસપાસ ફેલાવી પણ.

ખુશી કોઈ મંઝીલ પર છે અને તેને મેળવવા કપરા ચઢાણ ભર્યું સફર ખેડવાનું છે, આવી મારી એક જડ માન્યતા જાણે પલભરમાં તુટી ગઈ. ખુશી અને સુખ તો ફક્ત વર્તમાન માં છે. આ જીવાઈ રહેલા પળ માં છે. એ કોઈ વસ્તુઓ, વ્યક્તિઓ,ઘટનાઓ કે કોઈ જગ્યાઓ પર નથી. એ તો આપણી અંદર જ છે. બસ રાહ છે એને શોધવાની, અનુભવવાની અને માણવાની. ભૂતકાળ ની ખુશી ની યાદો માત્ર અફસોસ અને ભવિષ્ય ની ખુશી ની ઝંખના માત્ર ચિંતા આપશે. પરંતુ આજની,અત્યારની, આ પ્રત્યક્ષ પળ ની ખુશી આપણે અને આપણા જીવન ને સજીવન કરશે અને ખુશીઓ થી ભરી દેશે.

આખરે મારી બસ તેની મંઝીલ પર પહોચી ગઈ અને હું એક અજબ ખુશી સાથે બસ માંથી ઉતર્યો.ઉતરતાની સાથે ઠંડી હવાઓ મને સ્પર્શવા લાગી. આ ઠંડી હવાઓ ને આજે હું માંણી રહ્યો હતો. આજે હું ખુબ જ ખુશ હતો.

 

ખુશી ની ઝંખનામાં ના જાણે કેટલા સફર ખેડ્યા મેં..

ખુશી ને પામવા ના જાણે કેટલા સંબંધો જોડ્યા મેં..

પણ ખુશી ને જીવવા, ખુશી ને વહેંચવા,

ન જાણે કેટલા વર્તમાન ગુમાવ્યા મેં…

 

 

 

 

 

લેખક:- પ્રવીર માંકડ

First blog post

Good Bye 2016…Welcome 2017

Hello all… Good evening to all on this very beautiful evening of 2016. today is the last day of year 2016, and tomorrow a new year will start with lots of hopes,dreams,energy and happiness.

By profession i am a physiotherapist, working in my field since last 4 and half years, And writing is my hobby. Of course i am not a great writer yet, but i like to write. I like to write something interesting. I like to write stories, articles, poems and Movie reviews.

Actually there is so many things to tell here about me, but i believe that my upcoming writings, my posts will tell more about me and my personality.

So have a Great Party…….

Advanve Happy New Year……

 

Featured post

Create a free website or blog at WordPress.com.

Up ↑