Search

PAM

Category

Uncategorized

Life is Beautiful

Life is Beautiful

વહેલી સવારે પ્રભાતિયાં ગવાતાં હોય અને રાત્રે હાલરડાં, શું આવાં ઘરની કલ્પના થઈ શકે આજના સમયે?ચાલો પોતાનાં મૂળ તરફ પાછાં ફરીએ, પ્રભાતિયાં અને હાલરડાંથી પોતાનું, પોતાનાં બાળકો અને પરિવારનું જીવન લયબદ્ધ અને સુંદર બનાવીએ.સંગીતમય જીવન, અર્થસભર જીવન એ જ તો સાચું જીવન છે.

સ્ત્રીનો સ્પર્શ

સ્ત્રીનો સ્પર્શ એટલે શું? આપણા સમગ્ર જીવનમાં સ્ત્રીના સ્પર્શનું શું મહત્વ છે? શું ખાસિયત છે અને એની કેવી અદ્ભૂત અનુભૂતિ છે! શું આવું આપણે ક્યારેય વિચાર્યું ખરું? સ્ત્રીનો સ્પર્શ એક માતાનો હોય, બહેનનો હોય, પ્રેમિકાનો હોય, સખી મિત્રનો હોય, પત્નીનો હોય, દીકરીનો હોય કે પછી કોઈપણ સ્ત્રીનો હોય, આ અદભુત સ્પર્શ આપણા જીવાઈ રહેલા વર્ષોમાં જીવન ભરે છે.

કોઈ પણ મોટી મુશ્કેલીમાં હોઈએ કે પછી કોઈપણ ઊંડા દુઃખ-દર્દમાં હોઈએ, જ્યારે માથા પર માંનો વહાલભર્યો હાથ ફરે છે ત્યારે જે હેત વર્ષે છે તેમાં બધું આવી જાય છે. માતાએ કશું કહેવું નથી પડતું, એ સ્પર્શમાં જ એ આપણા સાથે છે, આપણને સાચવી લેશે, સંભાળી લેશે, આવું બધું જ ન કહેવાયેલું કહેવાઈ જાય છે. પુરુષ હોય કે સ્ત્રી હોય આખરે તે એક સ્ત્રીનો જ અંશ છે. એક સ્ત્રીએ જ તેને જન્મ આપ્યો છે. જીવનના દરેક તબક્કે આપણે આ સ્ત્રીના સ્પર્શની ઝંખના હોય છે. તેના વિના જાણે બધું અધૂરું હોય છે.

સ્ત્રીના સ્પર્શમાં એક ઋજુતા હોય છે, કોમળતા હોય છે, સ્નેહ અને ભરપૂર વહાલ હોય છે. એક પોતીકાપણું હોય છે એ સ્પર્શમાં. એ સ્પર્શ જે અનુભૂતિ બક્ષે છે તે માત્ર અનુભવી શકાય છે, શબ્દો પણ તેને વર્ણવવા ઓછા પડે છે.

આ પૃથ્વી પર આવતાની સાથે સૌથી પહેલો મળતો માતાનો સ્પર્શ હોય છે, પોતાનું સર્વસ્વ આપવાની લાગણી સાથે ખૂબ બધું વહાલ વરસાવે છે એ સ્પર્શ. એક બહેન, એક પ્રેમિકા, એક પત્ની, એક દિકરી, આવા તો કેટલાય સ્વરૂપે એક સ્ત્રીનો સ્પર્શ સતત હાજર હોય છે.

સ્ત્રી-પુરુષના સંબંધો વિશે ઘણી વાતો થાય છે, પુરુષ સ્ત્રીમાં કયા ગુણો જોવે છે? કેવી સ્ત્રી તેને પસંદ છે? વગેરે..વગેરે.. પુરુષની સ્ત્રી પાસે અપેક્ષાઓ અને ઈચ્છાઓ ઘણી હોય છે, પરંતુ મને લાગે છે કે આખરે એક સૌથી મહત્વની કોઈ વસ્તુ જો પુરુષ ઝંખતો હોય છે તો તે આ સ્ત્રીનો સ્પર્શ હોય છે. સ્ત્રીનો સ્પર્શ જે તેના જીવનને સરળ, સંપૂર્ણ, વ્યવસ્થિત, હર્યુભર્યું અને સુરક્ષિત બનાવે. સ્ત્રીનો સ્પર્શ જે તેના જીવનના દરેક તબક્કે તેને અહેસાસ કરાવે કે કોઈ છે તેના સાથે અને કોઈ હરહંમેશ રહેશે તેના સાથે.

સ્ત્રીના સ્પર્શમાં એવું શું હોય છે જે આપણે હંમેશાં ઝંખતા હોઈએ છીએ? સ્ત્રીના સ્પર્શમાં આપણી અંદર ઊંડે રહેલી ખાલીપણાની ભાવનાને દૂર કરતી લાગણી હોય છે. આપણને સાચા અર્થમાં સમજી શકતી પ્રમાણિકતા હોય છે. ભાગદોડભરી જિંદગીમાં આપણી વાતોને માત્ર ખુલ્લા કાને નહીં પરંતુ ખુલ્લા હૃદય અને ખુલ્લા મને સાંભળી શકવાની નમ્રતા હોય છે. આપણી જાતની ખૂબીઓને સામે લાવી આપણે એક નવી હિંમત આપતી મજબૂતી હોય છે. ગમે તેવા ઊંડા અંધકારમાં પણ ટકી રહી અજવાળામાં આપણે ખેંચી લાવતી સહનશીલતા હોય છે. સ્ત્રીનો સ્પર્શ આપણા એક જ ઘરેડમાં ચાલતા જીવનમાં નવીનતા બક્ષે છે, સુંદરતા બક્ષે છે અને આપણા જીવનને બગીચાની માફક સજાવે છે. સ્ત્રીનો સ્પર્શ એક એવી અદ્ભૂત લાગણી છે જે આપણે જીવનના દરેક તબક્કે અને દરેક મુકામે અનુભવીએ છીએ, પરંતુ ક્યારેક તેનું સાચા અર્થમાં મૂલ્ય કરવાનું ભૂલી જઈએ છીએ.

Short lines

ડૂબી જશો એટલા કે કદી કિનારો પણ નજર નહીં આવે…
પ્રેમના સાગરમાં ભરતી તો આવશે, પણ કદી ઓટ નહીં આવે…

ઉગાડી જોશો જો ફકત એક જ વાર હૃદયના દરવાજા…
પ્રેમના ધસમસતા પ્રવાહમાં લાગણીઓ તો આપોઆપ પ્રગટતી આવશે…

હું તારા વિના કશું નથી……

હું તારા વિના કશું નથી..
હું તારા વિના કશું નથી..
હૃદય તારું જીવું છું..
મન માં કશું વિણું છું..

પ્રેમનો સાગર ઊંડો હશે..
પણ હું એમાં ડૂબું છું.
કિનારે પહોંચી કશું નથી..
ભરતી ઓટ માં જીવું છું.

થોડા શબ્દો….

ફરી એ પોતીકાપણાં ની તલાશ છે, કોઈમાં ખોવાઈ ગયા છીએ, પરંતુ પોતાના પડછાયા ની તલાશ છે, ફરી એજ મીઠાં સ્વરૂપમાં,કોઈ ને જોવાની આશ છે…..

Poem by me…

હૃદયને જે આપે છે મીઠી ઠંડક,
પ્રેમનો દરિયો છે એ અઢળક…
વહાલથી જે આપે છે મને રંગત,
સ્નેહનો સાગર છે એ અઢળક…

Written by ….me…

Poem By Me..

सागर के किनारे बस यूँही एकदिन मैं बैठा था।

सोच रहा था आखिर ज़िन्दगी में चल क्या रहा है।

लहेरोको आते देख, लहेरोको जाते देख मैं सोच रहा था,

सुखदुख के जीवन में आनेजाने से, आखिर मैं इतना चलित क्यों हो रहा था।

ठंड़ी लहेरे गुज़र रही थी मुजे बस यूँही छूकर,

फिरभी अतीत की लहेरोको वापस पाने की ज़िद लिए मैं क्यों बैठा था।

खुले आसमान के नीचे, विशाल समंदर के किनारे मैं बैठा था।

फिरभी नजाने क्यों खुदके छोटेसे दुखमें ही, अपनी पूरी ज़िंदगी को समेटे मैं क्यों बैठा था।
शाम ढल रहीथी, ओर अंधेरा छानेकी बस देरी थी।लेकिन सागर में फिरभी लहेरे उठ रही थी, थम रही थी।

सागर को यू अपना दोस्त बनाये, सागर से ये सीखा मैं,

सुखदुख की लहेरे यू आतिजाती रहेगी, मैं सागर हूँ , सागर ही रहूंगा।

अपनी ही धुन में मस्त रहूंगा, अपने होने पर ही बस खुश रहूंगा।
Written by..

Me…

Blog at WordPress.com.

Up ↑